School Songઓસ્ટ્રેલિયા ની ધરતી પર અલબેલો હું માનવી બોલે ફાંકડું અંગ્રેજી અને માતૃભાષા ગુજરાતીજય જય જય ગુજરાત જય જય જયગુજરાત જય જય જય જય જય જય જય ગુજરાતનીત નવા હું શબ્દ શીખું ને નીત નવું હું ગાન મિત્રોને હું વ્હાલ કરું, વડીલોને આપું માનજય જય જય ગુજરાત જય જય જયગુજરાત જય જય જય જય જય જય જય ગુજરાતશાળા મારી ઓરા છે ને અલગ એની પહેચાન આવો શીખીએ માતૃભાષા, વધારીએ એની શાનજય જય જય ગુજરાત જય જય જયગુજરાત જય જય જય જય જય જય જય ગુજરાતનાત જાતના વાડા છોડીએ મિટાવીયે સહુ ભેદ સાથે સહુ ગુજરાતી શીખીએ, એજ ભાષા ને વેદજય જય જય ગુજરાત જય જય જયગુજરાત જય જય જય જય જય જય જય ગુજરાતSchool Prayerમૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે, વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું– શ્રી ચિત્રભાનુ મહારાજ
School Song
ઓસ્ટ્રેલિયા ની ધરતી પર અલબેલો હું માનવી
બોલે ફાંકડું અંગ્રેજી અને માતૃભાષા ગુજરાતી
જય જય જય ગુજરાત
જય જય જયગુજરાત
જય જય જય જય જય જય જય ગુજરાત
નીત નવા હું શબ્દ શીખું ને નીત નવું હું ગાન
મિત્રોને હું વ્હાલ કરું, વડીલોને આપું માન
જય જય જય ગુજરાત
જય જય જયગુજરાત
જય જય જય જય જય જય જય ગુજરાત
શાળા મારી ઓરા છે ને અલગ એની પહેચાન
આવો શીખીએ માતૃભાષા, વધારીએ એની શાન
જય જય જય ગુજરાત
જય જય જયગુજરાત
જય જય જય જય જય જય જય ગુજરાત
નાત જાતના વાડા છોડીએ મિટાવીયે સહુ ભેદ
સાથે સહુ ગુજરાતી શીખીએ, એજ ભાષા ને વેદ
જય જય જય ગુજરાત
જય જય જયગુજરાત
જય જય જય જય જય જય જય ગુજરાત
School Prayer
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું
ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું
– શ્રી ચિત્રભાનુ મહારાજ